વડોદરા, તા. ૨૯

૩૧મી ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનો નવા વર્ષને આવકારા માટે આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. એવામાં શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે પોલીસ તંત્ર સજ્જ છે. પોલીસ તંત્ર દ્વારા શહેરજનો માટે સુચનો અને આદેશ જાહરે કર્યા હતા જેમાં પાર્કિંગ, ડાયવર્ઝન અને ચેકપોસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરમાં ૩૧મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને શહેરમાં ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. પોલીસ તંત્ર ચેકીંગ સમયે સાથે બ્રેથ એનેલાઝર દ્વારા પણ સઘન તપાસ હાથ ઘરવામાં આવી રહી છે અને શંકાસ્પદોનુ વાહન પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સજ્જ અને શહેરના દરેક ચેકપોસ્ટ પર નાકાબંધી કરાશે જ્યારે જયાં જયા પણ શહેરમાં નવા વર્ષની ઉજવણી કરાવામાં આવતી હશે ત્યાં શહેરીજનો માટે સુચનો અને આદેશ કર્યા હતા જેમાં પાર્કિંગ,ડાયવર્ઝન આપવામાં આવ્યા છે જેમાં ૩૧મી ડીસેમ્બરે રાત્રે ૮ વાગ્યાથી જયાં સુધી કાર્યક્રમ પુરો ના થાય ત્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે કાલાઘોડા સર્કલથી, કમાટીબાગ રોડ, નરહરિ સર્કલ, સદર બજાર રોડ, જુના વુડા સર્કલથી ડાબી બાજુ વળી સેવન સીઝ મોલ, ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વળી, નરહરિ ફુવારા સર્કલ, કમાટીબાગ મીડલ ગેટથી કાલાઘોડા સર્કલ સુધીના રોડની બંને સાઇડે નો-પાર્કિંગ ઝોન પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જયારે અટલ બ્રીજ, અકોટા બ્રીજ, તેમજ ફતેગંજ બ્રીજ ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. ૧ જાન્યુઆરી સુધી શહેરની તમામ ચેક પોસ્ટ, નાકા પોઇન્ટ ઉપર વાહન ચેક કરાવામા આવશે. હોટલો, લોજ, બોર્ડીંગ, ધર્મશાળા, સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ફાર્મ હાઉસમાં ચેકીંગ પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવશે અને ખાસ કરીને મહિલાઓ માટે શી ટીમ પણ ખડેપગે તૈનાત કરવામાં આવશે. ૩૧મી ડીસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણી કરવા માટે કેટલાક દારુ પીધેલાને પોલીસ તંત્ર દ્વારા પકડવા માટે બ્રેથ એનેલાઇઝરથી તપાસ પણ કરવામાં આવશે. શહેરમાં નવા વર્ષની ઉજવણીમાં બંદોબસ્તમાં રોકાયેલા પોલીસના માણસોને બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવશે. માદક દ્વવ્યોનુ સેવન કરેલા ઇસમોની તપાસ માટે સ્પેશ્યલ કીટનો ઉપયોગ કરવામાં આવશે.