દિલ્હી-

ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે પહેલાથી ઘણા વિવાદો ચાલી રહ્યા હતા. આ બધાની વચ્ચે હવે ટ્વિટર પર એક અન્ય વિવાદને વેગ મળ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને તેની વેબસાઇટ પર અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યા છે. ‘Tweep Life’ વિભાગ પર બતાવેલ નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવામાં આવ્યા છે. સૂત્રોનું માનવામાં આવે તો ભારત સરકાર દેશના ખોટા નકશાને બતાવવા માટે ટ્વિટર પર કડક કાર્યવાહી કરી શકે છે.

આ પહેલા પણ એકવાર ટ્વિટરને દેશનો ખોટો નકશો બતાવવાની ચેતવણી આપવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે, આ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાનો મુદ્દો છે.