છોટાઉદેપુર

૨૮ ફેબ્રુઆરી ના રોજ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો સાથે જિલ્લાની તાલુકા પંચાયતોની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત આજે જિલ્લા ભાજપાના પ્રમુખ રશ્મિકાંત વસાવા દ્વારા કરવામાં આવી હતી જેને લઇ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે

જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટેના તમામ ઉમેદવારો ભાજપા દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે જ્યારે જિલ્લાની છોટાઉદેપુર, બોડેલી, અને કવાંટ તાલુકા પંચાયતોની ૨૬ - ૨૬ બેઠકો માટે તમામ ૨૬ ઉમેદવારો તેમજ નસવાડી તાલુકા પંચાયતની તમામ ૨૨ બેઠકો માટે નાં ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે સંખેડા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ૧૩ અને પાવીજેતપુર તાલુકા પંચાયતની ૨૨ પૈકી ૨૦ બેઠકોના ઉમેદવારો ની જાહેરાત કરવામાં આવી છે. આજરોજ મોટા રાજકીય પક્ષ ભાજપાએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરતા કહી ખુશી કહી ગામ જેવો માહોલ સર્જાયો હતો. ટિકિટ કપાતા ટિકિટવાંચ્છુઓ ના ટેકેદારો એકમેક પાર આક્ષેપો કરતા જાેવા મળ્યા હતા. આગેવાનો દ્વારા રિસાયેલા કાર્યકરોને મનાવવા દોડી ગયા હતા.