છોટાઉદેપુર

છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ પુત્ર દ્વારા નગરના પ્રતિષ્ઠિત વેપારીઓને ભાંડતી ક્લિપ વાયરલ થતા નગરનું વાતાવરણ ગરમાયુ છે. આ કલીપ માં પૂર્વ પ્રમુખ પુત્ર દ્વારા અમુક ચોક્કસ સમાજ, વેપારી અગ્રણીઓ અને નગર પાલિકાના સદસ્યો નું કોઈપણ જાત નું કામ નહીં કરવા નો આદેશ આપતી વિડીયો ક્લિપે નગરમાં ચર્ચા જગાવી છે. પૂર્વ પાલિકા પ્રમુખ અને તેમના પુત્ર દ્વારા કરાયેલા બેફામ વાણી વિલાસની વિડીયો કલીપ વાયરલ થતા નગરજનો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે.છોટાઉદેપુર નગર પાલિકા પૂર્વ પ્રમુખ બસપા ના નરેન જયસ્વાલ સામે ૨૮ સદસ્યો માંથી ૨૫ જેટલા સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત નગર પાલિકા ના ચીફ ઓફિસર ને રજૂ કરવામાં આવી છે. નગર પાલિકા માં સત્તાનસીન થયેલા બસપા ના જ ૯ માંથી ૬ જેટલા સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસ દર્શાવ્યો હતો. પ્રમુખ ની આપખુદ શાહી થી કોંગ્રેસ, ભાજપ, બીટીપી., સાથી અપક્ષો સહીત બસપા ના પાલિકા ના ઉપપ્રમુખ સહીત ના તમામ સદસ્યો નારાજ જણાઈ રહ્યા છે. પાલિકા પ્રમુખના મનસ્વી ર્નિણયો સામે એકમત થઇ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. બસપા કોંગ્રેસ ના ટેકા થી પાલિકામાં સત્તારૂઢ થઇ હતી. પરંતુ પ્રજાહિત ના સ્થાને સ્વહિતને પ્રાધાન્ય આપતા કાૅંગેસ ના અગ્રણી અને કારોબારી અધ્યક્ષ સન્ગ્રામસિંહ રાઠવા એ સાથી સદસ્યો સાથે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. હાલ અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારશે કે કેમ ? તેની ગરમાગરમ ચર્ચાઓ નગરમાં ચાલી રહી છે.

પૂર્વ પાલિકા પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત રદ ઠરાવવા મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. બસપા ના જ નારાજ સભ્યોને મનાવવા સામ , દામ , દંડ, ભેદ ની નીતિ અપનાવી રહ્યા છે.