છોટાઉદેપુર, તા.૧૪ 

છોટાઉદેપુર જિલ્લાનું વડુ મથક એવું છોટાઉદેપુર નગરના એસટી ડેપો તંત્રમાં હાલ ચાલી રહેલી કોરોના જેવી મહામારી સામે તકેદારીના ભાગ રૂપે સરકારી ગાઇડલાઇનનો અમલ કરવામાં પાછું પડ્યું છે. સરકાર દ્વારા મુસાફરોનું હિટ જોતા સૌપ્રથમ જિલ્લામાં એસ.ટી. બસો શરુ કરાઇ હતી. ત્યારબાદ જિલ્લા બહારની તમામ બસો તબક્કા વાર શરુ કરાઇ છે. એસ.ટી. તંત્રે સરકારી ગાઈડ લાઈનનું પાલન કરી મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરી ત્યાર બાદ સૅનેટાઇઝ કરી મુસાફરોને બસમાં પ્રવાસ માટે બેસાડવામાં આવે તેવી ગાઈડ લાઈન જાહેર કરાઇ હતી. એસ.ટી. ડેપો માં રાહ જોતા મુસાફરોને સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરાવવું જરૂરી છે. તેમ છતાં ડેપોમાં સોશિયલ ડિસ્ટેંસીન્ગ નો અભાવ જોવા મળી રહ્યો છે. ડેપોના બે કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. આવા સમયે પણ જો સોશિયલ ડિસ્ટેંસીન્ગ નું પાલન ના કરાય તો છોટાઉદેપુર ડેપોના કર્મચારીઓ તેમજ પ્રવાસી માં સંક્રમણ ફેલાવવાનું જોખમ વધી શકે તેમ છે. જિલ્લાના વહીવટી તંત્રે પણ આ બાબતે ધ્યાન રાખી કર્મચારીઓ અને પ્રવાસીઓમાં વધુ સંક્રમણ ના ફેલાય તે અંગે સરકારી ગાઈડ લાઇનનું પાલન થાય છે કે કેમ તે જોવું જરૂરી છે.