છોટાઉદેપુર, છોટાઉદેપુર તાલુકા પંચાયત માં ૨૬ બેઠકો માંથી ૨૦ બેઠકો ઉપર ભાજપ ના ઉમેદવારો વિજયી થતા છોટાઉદેપુર તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસે થી ખુંચવી લીધી હતી પરંતુ પ્રમુખ અંગે મંડાગાંઠ સર્જાતા ફરીથી કોંગ્રેસ ના મોમાં બગાસું ખાતા પતાસું આવ્યું હતું. જિલ્લા ભાજપ ના પદાધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત માટે મેન્ડેટ જાહેર કરાયા હતા જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે જયસિંહ હિંમતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ પદ માટે રાજેશભાઈ રાઠવા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ગત દિવસે પ્રમુખ પદ માટે ૨ ફોર્મ ભરાયા હતા જયસિંહ રાઠવા એ ભાજપના મેન્ડેટ થી પ્રમુખ ની દાવેદારી નોંધાવી હતી જયારે રાજેશ રાઠવા એ પણ પ્રમુખ માટે દાવેદારી જાહેર કરી હતી. જેથી ભાજપની મોવડી મંડળ દોડતું થયું હતું. આજે તાલુકા પંચાયત ના સભાખંડ માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાતા ભાજપના બાગી ઉમેદવાર રાજેશ રાઠવા ને કોંગ્રેસ ના ૬ સભ્યોએ ટેકો જાહેર કરતા ૨૬ માંથી ૧૫ વોટ મેળવી વિજયી બન્યા હતા જયારે જયસિંહ રાઠવા ને ૧૦ મત મળ્યા હતા ઉપપ્રમુખ પદ માટે ભાજપના બરોજ બેઠક ના નકુંડીબેન સુરસીંગભાઇ ૧૫ મત મેળવી વિજેતા બન્યા હતા.