છોટાઉદેપુર

છોટાઉદેપુર પંથકમાં ઉત્પાદિત થતી રંગોળી કે જે રાજ્ય સહિત દેશભરમાં નિકાસ પામે છે. આગામી સમયમાં દિવાળી સહિતના ઉત્સવો આવનાર હોવા છતાં પણ તેનો ઉપાડ ૫૦% કરતું ઓછું હોવાનું જાણવા મળી આવે છે.

 છોટાઉદેપુર જીલ્લા મા થી મળી આવતા સફેદ સોના રૂપી ડોલોમાઈટ વ્યાપાર ને પણ કોરોના મહામારી નું ગ્રહણ લાગ્યું હોવાનું જાણવા મળી આવેલ છે. આગામી સમયમાં દિવાળી આવતી હોય અને ત્યારબાદ થનારા ઉત્સવ ની સિઝન ઉપર મર્યાદિત માત્રાની લાગેલી બ્રેક ના કારણે હાલ રંગોળી વ્યાપાર વ્યાપારીઓ ના જણાવ્યા પ્રમાણે ૫૦ ટકાથી પણ ઓછો નોંધાયો છે. અને હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી રહેતા હોવાથી આ વ્યવહાર વધવાની શક્યતાઓ પણ નહિવત હોવાનું ગણાવ્યું છે. અત્રે ઉત્પાદિત રંગોળીની માંગ દર વર્ષે ઓગસ્ટથી શરૂ થઈ જવા પામે છે અને તેનું ઉત્પાદન અનેક ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવતો હતો. પરંતુ ઓર્ડર ના અભાવે અનેક ફેક્ટરીઓ એ આ વખતે રંગોળી બનાવવાનું ટાળ્યું હતું. અને ગણતરીની ફેક્ટરીઓ દ્વારા જ રંગોળી નો ઉત્પાદન કરવાનું ચાલુ રાખ્યું છે. ઓછી માંગના કારણે તેની સીધી અસર ઉત્પાદન ઉપર થઈ છે.