ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ અને મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરના જુદા જુદા સિગ્નલ પર ભીખ માગતા બાળકોને “ભિક્ષા નહીં શિક્ષા” અંતર્ગત સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવેલ હતો. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શરૂ થયેલા આ અનોખા સામાજિક સમરસતા તથા સામાજિક સંવેદના ઉભા કરવાના વિશિષ્ટ અભિગમ સાથેના પ્રયાસમાં દસ બસો અને પ્રત્યેક બસમાં ૨ શિક્ષકો દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા લોકેશન પર બાળકોને શિક્ષણ આપવામાં આવી રહેલ છે.