અંબાજી : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે પ્રસિધ્ધ તીર્થ સ્થળ અંબાજી પહોચ્યા હતા. રૂપાણી હવાઈ માર્ગે દાંતા પહોચી દાંતાથી કાર દ્વારા અંબાજી પહોચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્નિ અંજલીબેન સાથે અંબાજી મંદિરે પહોચતા બ્રાહ્મણો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડાએ કેસ પહેરાવીને આવકાર્યા હતા.વિજય રૂપાણીએ માતાજીના મંદિરના ગર્ભ ગ્રુ માં પુજારી દ્વારા પુજા અર્ચના સાથે પાવડી પુજા કરીને માતાજીનૂ કપુર આરતી ઉતારી માતાજીના આશીર્વાદ લીધા હતા. પુજાવીધી પુર્ણ થયા બાદ જીલ્લા કલેકટર તથા અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલએ મુખ્યમંત્રી વિજય રુપાણીને યંત્રની પ્રતિક્રુતી સ્મુર્તિ ચીન્હ ભેટ સ્વરુપે અર્પણ કર્યુ હતુ.

 રુપાણીએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા. નવા વર્ષના પ્રારંભે અંબાજી પહોચેલા મુખ્યમંત્રીએ મીડીયા સાથે વાતચીત કરી હતી .તેઓએ અંબાજી ખાતે જણાવ્યું હતુ કે હાલના તબક્કે શાળા ,કોલેજો શરુ કરવા બાબતે જે ર્નિણય લીધો હતો તે હાલ મોકુફ રાખી શાળા ઓ શરૂ કરવા અંગે આગામી બેઠકમા ર્નિણય કરીશું. હાલમાં જે કોરોનાનું સંક્રમણ રાજ્યમા વધ્યું છે, તેને લઈ રાજય સરકાર પગલાં લઇ રહી છે. જેને લઇ અમદાવાદમાં વધેલાં કોરોનાં કેસને લઇ તકેદારીનાં ભાગરૂપે વિક એન્ડ જાહેર કરાયું છે. એટલુંજ નહીં ગુજરાતમાં જે લોકડાઉનને લઇ અફવાએ વેગ પકડ્યો છે. તેનો રદીયો આપ્યો હતો. કોરોનાં સામે લડવાં સરકાર કડક પગલાં લઇ રહી છે. જેમાં પ્રજાએ પણ સહકાર આપવો પડશે.ખાસ કરી ત્રણ નિયમોને વધુ અસરકારક ગણાવી લોકો માસ્ક ફરજીયાત પહેરવા, સોસીયલ ડિસ્ટન્સ રાખવાં તેમજ જરૂરત વગર બહાર ન નિકળવાં અપીલ કરી હતી. તેને લઇ પોલીસને પણ નિયમોનું પાલન કરાવવાં આદેશ કરાયા છે. એટલુંજ નહીં યાત્રાધામ અંબાજીમાં ઓથોરીટી જાહેર કર્યા બાદ અંબાજીની વિકાસ માટે પણ સરકાર તત્પર હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ.