રાનકુવા,તા.૧૧
ચીખલી પોલીસે સાદડવેલ ગામે થી કારમાંથી દારૂના જથ્થા સાથે દંપતી ને પકડી રૂપિયા ૨.૯ લાખના દારૂનો મુદ્દામાલ કબજે કર્યો. ચીખલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂનો જથ્થો ભરી ઇકો કાર જનાર છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસે સાદડવેલ હાઇસ્કુલ પાસે રૂમલા થી રાનકુવા જતા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબ ની સફેદ કલરની મારુતિ ઈકો કાર નં-જીજે.૧૯.એએફ.૮૩૯૩ આવતા જ તેને રોકી કારની તલાસી લેતા તે કારમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૨૧૬ મળી આવી હતી. જેની કિંમત રૂ.૫૭.૬૦૦, એક મોબાઇલ ફોન કિંમત ૨૦૦૦ તથા ઇકો કારની કિંમત ૧.૫૦ લાખ મળી કુલ્લે રૂપિયા ૨.૦૯૬૦૦ ના દારૂ ના મુદ્દામાલ સાથે સાગર કિશોરભાઈ ભંડારી તથા સુરેખા સાગર ભંડારી બંને (રહે. મહાવીર શાકમાર્કેટ પાસે, બારડોલી) ને ઝડપી પાડયા હતા. જ્યારે સુરેશ શંકરભાઈ હળપતિ (રહે, મોટાપોઢા, મોટા ફળિયા, તા-કપરાડા, જી-વલસાડ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments