અમદાવાદ-

સરકારે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે શરૂ કરી દીધું છે, પરંતુ અહીં સરકારે વિરોધાભાસી વલણ દાખવ્યુ છે. કોરોના વાઇરસના પગલે સરકારે બહાર પાડેલી એસઓપીના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઈપણ પ્રકારની ઉંમર મર્યાદા રાખવામાં આવી નથી, પરંતુ જંગલ સફારીમાં દસ વર્ષથી ઓછા બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી.

હવે જે પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા આવ્યું હોય તે જંગલ સફારી જાેવા જવાનું જ છે, તો પછી શું તે તેના દસ વર્ષથી નાના બાળકને બહાર બેસાડીને જાય, તેના બદલે પછી તે જંગલ સફારી જ ન જાેવાનું પસંદ કરે. આમ સરકારનો આ ર્નિણય તેની જ આવકને ફટકો મારે છે.

તંત્રના આ નિયમના લીધે કેવડિયા પહોંચી ગયેલા પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓને ખબર જ નથી કે આ પ્રકારનો નિયમ ક્્યારે લાગુ પડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૧મી ઓક્ટોબરે જંગલ સફારીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેની એસઓપી મુજબ દસ વર્ષથી વધારે ઉંમરના લોકોને જ જંગલ સફારીમાં પ્રવેશ આપવામાં આવે છે.