શિનોર

શિનોરબજારમાં આવેલ સ્ટાર જ્વેલર્સની દુકાન આવેલી છે બપોરના સુમારે ત્રણ સ્ત્રી અને બેપુરુષ ગ્રાહકના સ્વાંગમાં આવેલ મકાન માલિક પાસેથી સોનાના ઝુમ્મર અને બે ચોર ચાંદીના પાયલ સાંકડા ચીલઝડપ કરીને જતા રહ્યા ગ્રાહકના સ્વાંગમાં આવેલી વ્યક્તિગયા બાદ દુકાન માલિક ઇબ્રાહિમ શેખ સોનાના ઝુમ્મર પાછા બોક્સ માં મુકવા જતા એક જાેડ ઓછા થયેલા જણાયા હતા અને ચાંદીના રજવાડી પાયલ બે જાેડ ઓછા થયા લાગતા વજન કરતાં સોનાના ઝુમ્મર નું વજન ૩.૫ મી હતું અને ચાંદીના રજવાડી પાયલ નું વજન ૪૫૦ ગ્રામ ઓછું થયેલું માલમ પડતા સોનાના ઝુમ્મર ની કિંમત ૧૮,૦૦૦ રૂપિયા અને ચાંદીના માલની કિંમત આશરે ૨૮ હજાર રૂપિયા આમ ફુલ ૪૬ હજાર રૂપિયાની ચીલ ઝડપ થતા દુકાનદાર ચોંકી ઊઠયા હતા સીસીટીવી ચેક કરતા બે પુરુષ અને ત્રણ વ્યક્તિઓ આ માલ ની ચીલઝડપ કરી હોવાનું દેખાઈ આવતા તેઓ શિનોર પોલીસ મથકે પહોંચીને પોતાની ફરિયાદ નોંધાવી હતી અગાઉ છ માસ પૂર્વે બજારમાં બીજા ચોકસીની ત્યાંથી પણ સોનાની વિટીઓ ની ચીલ ઝડપ થઈ હતી પરંતુ સીસીટીવી કેમેરા ન હોવાને કારણે તેઓએ ફરિયાદ નોંધાવી ન હતી આ ઘટનાથી શિનોર પંથકમાં ચકચાર મચી ગઇ છે.