ન્યુ દિલ્હી, તા.૨૧ 

પૂર્વ લદ્દાખની ગલવાન વેલીની Âસ્થતિ હાલ સંપૂર્ણ રીતે સાફ નથી. પરંતુ એટલું કન્ફર્મ છે કે ચીની સૈનિકોએ પેંગોંગ સોની લગભગ ૮ કિલોમીટર લાંબા વિસ્તાર પર કબજા કરી રાખ્યો છે. મેની શરુઆતમાં અહીં પગલું રાખનારા ચીને ડિફેન્સ સ્ટ્રક્ચર્સ અને બંકર સુધી તૈયાર કરી લીધા છે. વેલીના ઉત્તર કિનારા પર ફિંગર ૪થી ૮ની ઊંચાઈવાળા વિસ્તાર પર પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો રહેલા છે. હવે આ વિસ્તારો- ગલવાન વેલી અને હોટ સ્પ્રિંગ્સને લઈને ભારત-ચીનમાં વાતચીત થઈ રહી, ચીને અહીં પોતાની હાજરી વધારી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગલવાન વેલીમાં પેટ્રોલ પોઈન્ટ ૧૪ પાસેના વિસ્તારમાં ભારતીય સેના તૈનાત છે. આ જગ્યા પર ૧૫-૧૬ જૂનની રાત્રે બન્ને દેશોની સેના વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. ઘટના બાદ, સેનાએ કÌšં હતું કે ભારત અને ચીન બન્નેના સૈનિકો ત્યાંથી પાછળ હટી ગયા છે. સૂત્રો મુજબ, “ગલવાનમાં બન્ને સેનાઓ ઘણા હદ સુધી પોતાની લાઈફ ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની પાછળ છે. પરંતુ બન્ને તરફ મિલિટરી તૈનાત કરાઈ છે અને સેના સંપૂર્ણ રીતે પાછળ નથી હટી.”પેંગોગ સોના ઉત્તર કિનારા પર ભારત-ચીનમાં જે ઝપાઝપી થઈ, તે ગંભીર છે. લગભગ ૧૩,૯૦૦ ફૂટની ઊંચાઈ પર ચાંગલા પાસે ૫-૬ મેએ બન્ને તરફથી જવાનો ટકરાયા હતા. આ પછીથી, ચીની સૈનિકો ભારતીય જવાનોને ફિંગર ૪થી પૂર્વમાં નથી જવા દેતા. એક સિનિયર ઓફિસરે જણાવ્યું, “ભારતીય સેનાના તમામ નક્શા દર્શાવે છે કે, એલએસી ફિંગર ૮ પર ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. ફિંગર ૩ અને ૪ વચ્ચે વર્ષોથી આઇટીબીપીની પોસ્ટ છે. પરંતુ પાછલા મહિનાથી જ ફિંગર ૪-૮ વચ્ચે ચીને કબજા કરી રાખ્યો છે, પીએલએ તેના પર વાત કરવા નથી માગતી.”૧૯૯૯માં ચીને બેસથી લઈને ફિંગર ૪ સુધી એક કાચો રસ્તો બનાવી લીધો હતો. પછી તેને પાક્કો કરી દીધો. એક મિલિટરી ઓફિસર મુજબ, “પીએલએના સૈનિકો હંમેશા ફિંગર ૮ અને સિરપજની પોસ્ટથી પોતાની ગાડીઓમાં બેસીને આ વિસ્તારોનું પેટ્રોલિંગ કરતા હતા. પણ ફિંગર ૨ સુધી દાવો કરવા છતાં તેના પર કબજા નહોતો કર્યો પણ હવે તેમણે ફિંગર ૪-૮ વચ્ચે ડિફેન્સ સ્ટ્રક્ચર તૈયાર કરી લીધું છે.

રાજનાથ સિંહની સેનાના ત્રણ વડા સહિત સીડીએસ સાથે મહ¥વપૂર્ણ બેઠક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડાઓ સાથે લદાખની Âસ્થતિ પર એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં સૈન્યને ચીન સૈન્ય વિરુદ્ધ તમામ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. સૂત્રોએ સંરક્ષણ મંત્રીની સમીક્ષા બેઠક બાદ આ જાણકારી આપી હતી. ભારતીય દળોને પૂર્વીય લદાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઇ પણ પ્રકારના દુસાહસોનો જવાબ આપવા માટે પુરી રીતે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. ટોચના અધિકારીઓને જમીન, હવાઇ ક્ષેત્ર અને સમુદ્રના રસ્તે ચીનની કોઇ પણ ગતિવિધિઓ પર નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોસ્કોમાં આયોજીત વિજય દિવસ પરેડમાં ભાગ લેવા માટે રશિયાની ત્રણ દિવસનો પ્રવાસ કરશે. આ પરેડ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર સોવિયટની જીતની ૭૫મી વર્ષગાંઠ પર આયોજીત કરવામાં આવી રહી છે. પરેડમાં સામેલ થવા માટે ભારતીય સૈન્યના ૭૫ સભ્ચોની ટૂકડી મોસ્કો પહોંચી ચૂકી છે. ભારતીય મા‹ચગ ટુકડીનું નેતૃત્વ ગેલેન્ટ શિખ લાઇટ ઇન્ફ્રૈટ્રી રેજિમેન્ટના મેજર રેન્કના એક અધિકારી કરશે. આ રેજિમેન્ટે બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરીની સાથે લડાઇ લડી હતી. તેમના નામ પર ચાર યુદ્ધ સન્માન અને બે સૈન્ય ક્રોસ સહિત અન્ય વીરતા પુરસ્કાર છે. આ પરેડમાં ભારત, ચીન સહિત ઓછામાં ઓછા ૧૧ દેશો ભાગ લઇ રહ્યા છે.

ભારતે પણ ચીની સૈનિકોને બંધક બનાવ્યા હતા ઃ વી.કે.સિંહ

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રÌšં છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વી. કે. સિંહે મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેઓએ કÌšં કે ભારતે પણ ચીની સૈનિકોને બંધક બનાવ્યા હતા અને બાદમાં બંને દેશોએ એકબીજાના સૈનિકોને પરત કર્યા છે. વી.કે.સિંહે દાવો કર્યો છે કે ચીનના બેગણા સૈનિકો માર્યા ગયા છે. ઝડપ દરમિયાન ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ દબોચી લીધા હતા. વી. કે. સિંહે કÌšં કે આ સંઘર્ષમાં ચીનના બમણા સૈનિક માર્યા ગયા છે. તેઓએ કÌšં કે, આપણા ૨૦ સૈનિક શહીદ થયા છે તો ચીનના તેનાથી વધુ સૈનિક માર્યા ગયા છે પરંતુ ચીન ક્્યારેય નહીં બતાવે કે તેમના કેટલા સૈનિકો માર્યા ગયા છે. ચીને ૧૯૬૨માં યુદ્ધમાં પણ સંખ્યા ન હતી બતાવી.

વિદેશ મંત્રાલય ભારત-ચીન વિવાદ મામલે Âસ્થતિ સ્પષ્ટ કરે ઃ સ્વામી

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એ ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે, અમેરિકાના મીડિયા સૂત્ર જણાવી રહ્યા છે કે ચીને ડોકલામ પર કરાયેલા કરારને રદ કરી દીધો છે. હવે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ફરીથી ડોકલામમાં ઘૂસી ગઈ છે. વિદેશ મંત્રાલયે આ મામલે સ્પષ્ટીકરણ આપવું જાઈએ અથવા આ માહિતીને નિરાધાર ગણાવી દે.