દિલ્હી-

ચીનની હરકતોએ ન માત્ર ભારત પરંતુ વિયતનામને પણ ચિંતામાં નાખી દીધું છે. ચીને વિયતનામ સાથે જાેડાયેલા દક્ષિણ ચીન દરિયામાં બોમ્બર વિમાન તૈનાત કરી દીધાં છે. આ વાતથી ચિંતિત વિયતનામે ભારતને પોતાની પરેશાની વ્યક્ત કરી, ભારતમાં વિયતનામનાં રાજદૂત ફેમ સન ચાઉએ આ વાત ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાને એક મુલાકાત દરમિયાન જણાવી.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર આ બેઠકમાં વિયતનામના રાજદૂત ભારતીય વિદેશ સચિવ દક્ષિણ ચીન સાગરમાં ચીનના કારણે પૈદા થતાં તણાવની જાણકારી આપી. વિયતનામે ભારત સાથે મજબૂત રણનીતિક ભાગીદારીને આગળ વધારવાની તૈયારી પણ દર્શાવી છે.

ફેમ સન ચાઉએ જણાવ્યું કે, ચીને એચ૬જે બોમ્બરને વૂડી આઈલેન્ડ પર તૈનાત કરી રાખ્યું છે. જે વિવાદિત પૈરાસેલ દ્વીપોનો એક ભાગ છે જેના પર ચીનની સેવા પીપલ્સ લિબરેશન આર્મીએ કબ્જાે જમાવી રાખ્યો છે. ચીને આ દ્વીપ પર એટલા માટે તૈનાતી કરી રાખી છે જેથી દક્ષિણ ચીન સાગરમાં અમેરીકાની ગતિવિધિઓને રોકી શકે.

પેરાસેલ દ્વીપો પર વિયતનામ પણ પોતાનો હક વ્યક્ત કરે છે. વિયતનામે ભારતને કહ્યુ કે, ચીન પોતાની હરકતોથી આ વિસ્તારમાં વિવાદ ઉભો કર્યો જાે કે શાંતિ પ્રક્રિયાને રોકી રાખી છે. આ સિવાય બંન્ને દેશના ઉચ્ચ અધિકારીઓએ બેઠક દરમિયાન ચીન દ્વારા કરવામાં આવી રહેલી અશાંતિ ફેલાવતી ગતિવિધિઓની પણ ચર્ચા કરી.