દિલ્હી-

દેશમાં અત્યારે કોરોના કટોકટીમાં દુનિયાના અનેક દેશો ભારતને મદદ કરવા આગળ આવ્યા છે, તેમાં ચીન પણ સામેલ છે. એક બાજુ ચીન ભારતને મદદની ઓફર કરે છે તે બીજી બાજુ ફરી પૂર્વી લદાખમાં સૈન્ય ગતિ વધારી રહ્યું છે.વર્ષની શરૂઆતમાં ભારતીય સેના અને ચીની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે તનાવનો માહોલ હતો. ચીને મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતી કરી હતી. હાલ ભારત કોરોના સંક્રમણની ઝપટમાં છે. સંકટના આ સમયમાં અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ સહિત અનેક દેશો ભારતની સાથે છે. ચીને પણ મદદનો ભરોસો આપ્યો છે પણ હાથીને ચાવવાના અને દેખાડવાના દાંતની કહેવત મુજબ ચીને ફરી પૂર્વી લદાખમાં સૈન્ય ગતિવિધિ વધારી દીધી છે.