દિલ્લી,

લેહમાં ભારતના મિગ-૨૯ અને અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈનાત કર્યા બાદ ચીને પણ લદ્દાખને અડીને આવેલી પોતાના બે એરબેઝ હોટાન, ન્ગયારી, શિગાત્સે (સિક્કમની પાસે) અને નયિંગચી (અરૂણાચલ પ્રદેશની નજીક) મોટાપાયા પર ફાઇટર જેટ, બોમ્બવર્ષક વિમાન અને હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે. એટલું જ નહીં ચીનની સેના એ પેંગોં સો જીલ પર ફિંગર ૪ની આગળ ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતાં રોકવા માટે પોતાની આક્રમક કાર્યવાહીને વધારી દીધી છે.

અહેવાલ પ્રમાણે ચીને ભારતને અડીને આવેલી પોતાની સરહદ પર આવેલા એરબેઝ હોટાન, નગ્યારી, શિગાત્સે અને નયિંગચીમાં વધુ ફાઇટર જેટ, બોમ્બર અને લડાકુ હેલિકોપ્ટરને તૈનાત કર્યા છે. પીએલએ અરૂણાચલ પર સરહદ પર પણ પોતાની ગતિવિધિને તેજ કરી દીધી છે. પેંગોંગ સો જીલ પર જ્યાં ચીનની સેના એલએસીને બદલવા માંગે છે, ત્યાં ચીની સેના એ ગોગરા હોટ સ્પ્રિંગમાં પણ મોટાપાયા પર સૈનિકો અને હથિયાર તૈનાત કર્યા છે.

ચીનની તાજા હરકતથી ભારતના દેપસાંગ, મુર્ગો,, ગલવાન, હોટ સ્પ્રિંગ, કોયૂલ, ફૂકચે અને દેમચોકને ખતરો ઘણો વધી ગયો છે. ભારતે પણ ચીનના આ પડકાર સામે અડીખમ રહેવા માટે પોતાની તરફથી તૈયારીઓને વધારી દીધી છે.

આની પહેલાં ૧૫મી જૂનની રાત્રે ભારત અને ચીનના જવાનોની વચ્ચે ગલવાન ઘાટીમાં ભીષણ ઝડપ થઇ હતી. તેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા અને ચીનના પણ ૪૦થી વધુ જવાન હતાહત થયા હતા. ત્યારબાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનના પડકારને ઉકેલવા માટે ભારતે નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારોમાં ફાઇટર જેટ, લડાકુ વિમાન, અને ટેન્ક તૈનાત કર્યા છે.