લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026 |
1881
વિવાદ વચ્ચે મંગળવારે ની ટીમ મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને પહોંચી. આ જ પરિસરમાં પાર્ટીનું કેન્દ્રીય કાર્યાલય પણ છે. શરૂઆતમાં ટીમને અંદર જવાથી રોકવામાં આવી હતી, પરંતુ બાદમાં વધારાના પોલીસ દળની હાજરીમાં અધિકારીઓએ પરિસરમાં પ્રવેશ કર્યો. પૂર્વ સાંસદ સુભાષિષ ચક્રવર્તીએ કહ્યું કે અભિષેક બેનર્જીની ગેરહાજરીમાં તલાશીની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે અભિષેક આવ્યા પછી એજન્સી તપાસ કરી શકે છે.પાર્ટીના કેટલાક બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને ફરિયાદ મોકલી હતી. તેમનો આરોપ છે કે શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા બનાવવાની દરખાસ્ત પર અભિષેક બેનર્જીના લેટરહેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના પર નકલી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ધારાસભ્યોએ અભિષેક પર જ નકલી સહીઓ કરાવવાનો આરોપ લગાવ્યો છે.
અધિકારીઓ અનુસાર, અભિષેક બેનર્જીએ એજન્સીની નોટિસના જવાબમાં જણાવ્યું હતું કે ધારાસભ્યોની સહીઓ ૩૦-બી હરીશ ચેટર્જી સ્ટ્રીટ સ્થિત કેન્દ્રીય કાર્યાલયમાં એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યાલય મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત આવાસ પરિસરમાં જ છે.