દિલ્હી-

આંધ્રપ્રદેશમાં સીઆઇડીએ ખાજીપેટમાં એપીસીઓના પૂર્વ ચેરમેન ગુજજાલા શ્રીનિવાસુલુના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. તેમના નિવાસસ્થાનેથી 3 કિલો સોનું, 2 કિલો ચાંદી, 1 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ અને સંપત્તિના દસ્તાવેજાે જપ્ત કરાયા છે. સીઆઈડી અધિકારીઓએ જણાવ્યું કે, હૈદરાબાદમાં શ્રીનિવાસુલુના ઘરેથી 10 લાખ રૂપિયાની જૂની નોટો અને ૧૦ લાખની નવી નોટો મળી આવી છે.

સીઆઈડી અધિકારીઓએ એમ પણ કહ્યુ હતું કે કોર્ટની મંજૂરીથી શુક્રવારે શ્રીનિવાસુલુના ઘર, ઢામખાનાપલ્લેમાં આવેલ સોસાયટી કાર્યાલય અને સોસાયટીમાં કાર્યરત વ્યક્તિઓના ઘરે એક સાથે મળીને દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રીનિવાસુલુના ઘરે અને ઓફિસ પર એક સાથે અચાનક દરોડા પડવાને કારણે પૂર્વ અધ્યક્ષ કંઈપણ છુપાવી શક્યા નહીં. સીઆઈડીએ કહ્યું કે તેઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે 1 કરોડની રોકડ અને સોનું આ રીતે ઘરમાં કેમ પડેલું છે. આટલી મોટી રકમ ઘરમાં કેમ રાખવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે.

સોના-ચાંદીની સાથે સંપત્તિના અનેક દસ્તાવેજાે પણ મળી આવ્યા છે. સીઆઈડીએ આ તમામ સંપત્તિ અને રોકડ રકમ જપ્ત કરી લીધી છે. શ્રીનિવાસુલુનું કાળું નાણું પોતાની હેઠળ લીધા બાદ સીઆઈડી ટીમે શ્રીનિવાસુલુ અને તેમના પરિવારની લાંબા સમય સુધી પૂછપરછ પણ કરી. સીઆઈડીએ જણાવ્યું કે તેમના ૨૫ અધિકારીઓએ શ્રીનુના ખાજાપેટ ખાતેના મકાનો અને પ્રોડ્ડુતુર અને કડપ્પામાં રહેતા એકાઉન્ટન્ટ કોંડય્યા અને શ્રીરામુલુના ઘરો પર એક સાથે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ સોસાયટીની ઓફિસમાંથી કમ્પ્યુટર અને દસ્તાવેજાે પોતાની સાથે લઇ ગયા. કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.