ગાંધીનગર-

કોરોનાના કહેરને પગલે રાજ્યભરની નીચલી કોર્ટ છેલ્લાં 11 મહિનાથી બંધ હતી. ત્યારે હવે રાજ્યની નીચલી કોર્ટના દરવાજા ખૂલવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટે સરક્યુલર બહાર પાડ્યો છે. જે મુજબ, 1લી માર્ચથી રાજ્યની નીચલી કોર્ટ શરૂ થશે. ગુજરાત હાઈકોર્ટે તમામ કોર્ટ શરૂ કરવા SOP જાહેર કરી છે. જે મુજબ, હવે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોની નીચલી કોર્ટ શરૂ થશે. છેલ્લા 11 મહિનાથી આ તમામ નીચલી કોર્ટ બંધ હતી. જેની વકીલોની આવક પર મોટી અસર પડી હતી. તો સાથે જ અસંખ્ય કેસ અટવાયા છે. જોકે હવે તારીખ તારીખ 1 માર્ચ 2021થી પ્રત્યક્ષ કોર્ટની સુનાવણી શરુ કરાશે, હાઇકોર્ટે 1 માર્ચ થી તમામ કોર્ટ શરૂકરવા સર્ક્યુલર બહાર પાડ્યો છે.