મોન્ટે કાર્લો

સ્ટેફાનોસ સિટિપાસ શુક્રવારે મોન્ટે કાર્લો માસ્ટર્સની સેમિફાઇનલમાં પહોંચ્યો જયારે તેનો ક્વાર્ટર ફાઇનલ વિરોધી અલેજાન્ડ્રો ડેવિડોવિચ પ્રથમ સેટ ૭-૫ થી હાર્યા બાદ ઈજાગ્રસ્ત થયો. વિશ્વનો પાંચમો નંબર સિટિપાસ શનિવારે તેનું છઠ્ઠું માસ્ટર્સ ૧૦૦૦ સેમિફાઇનલ રમશે અને બેલ્જિયમના ડેવિડ ગોફિન અથવા ઇંગ્લિશમેન ડેન ઇવાન્સ વિજેતા સામે પ્રથમ દેખાવ કરશે.

તેની ડાબી જાંઘને ઇજા પહોંચતા સ્પેનિયાર્ડ ડેવિડોવિચે એક નિર્ધારિત સર્વિસનો સામનો કરતી વખતે અન્ડરઆર્મનો પ્રયાસ કર્યો. વિજેતા બેકહેન્ડ રીટર્નને ફટકારવા માટે સિટ્‌સીપસ કૂદી પડ્યો. ઈજા પેહલા ડેવિડોવિચે તેના ગ્રીક હરીફને સમસ્યાઓ આપી. પરંતુ સેટ ૩-૩ હતો ત્યારે ડેવિડોવિચે તેની ડાબી જાંઘની સારવાર માટે ડોક્ટરને બોલાવ્યા. તેણે તરત જ મેચનો પ્રથમ વિરામ લીધો. વિરામ પછી મેદાન માં ઉતાર્યો પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો.