ગાંધીનગર-

રાજ્યમાં ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે મળતી વિવિધ સેવાઓ અને પ્રમાણપત્રો નાગરિકોને હવેથી એક જ દિવસમાં મળી રહેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સેવાઓ મેળવવા માટે ગ્રામ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં દસ રૂપિયાના દરથી નાગરિકોને જન્મ મરણના પ્રમાણપત્રોની નકલ અરજદારને એક જ દિવસમાં મળી રહેશે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ યોજના હેઠળ અમલમાં છે.

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના માધ્યમથી શરૂ કરવી લોક ઉપયોગી સેવાઓ ગામડે ગામડે ગ્રામ યોજના મારફત મળી રહી છે. ગત વર્ષ 2007-08થી અમલમાં આ સેવાઓ છે પરંતુ રાજ્યમાં વહીવટી પારદર્શકતા વધે અને વ્યક્તિલક્ષી સેવાઓના ઉકેલ ઝડપથી થાય તે હેતુથી રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ પણ અમલમાં મૂક્યો છે.બીજીતરફ નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ ઇ-ગ્રામ કેન્દ્રો ઉપરથી તાત્કાલિક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવી છે કે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સેવાઓ ઇ-ગ્રામ કેન્દ્રો ઉપરથી એક જ દિવસમાં આપવાની રહેશે સરકારના આદેશ બાદ હવે જન્મ અને મરણના પ્રમાણપત્રની સેવાઓ અરજદારને તાત્કાલિક જ દિવસમાં મળી રહેશે. આ માટે અરજદારે ઈ-ગ્રામ કેન્દ્રના વીસીઈનો સંપર્ક કરીને વિગતો આપવી પડશે અને ત્યારબાદ વીસીઈ જીસીઆર સીસ્ટમથી અરજદારે માંગેલી નોંધણી ખાતરી કરશે અને ત્યારબાદ પ્રમાણપત્રની નકલ અરજદારને તાત્કાલિક આપશે.કેન્દ્રના વીસીઈનો સંપર્ક કરીને વિગતો આપવી પડશે અને ત્યારબાદ વીસીઈ જીસીઆર સીસ્ટમથી અરજદારે માંગેલી નોંધણી ખાતરી કરશે અને ત્યારબાદ પ્રમાણપત્રની નકલ અરજદારને તાત્કાલિક આપશે.