વડોદરા, તા.૧૨ 

દિલ્હી પોલીસે આંતરરાજય કાર ચોરી કૌભાંડનો પર્દાફાશ કરવા છતાં શહેર પીસીબી પોલીસે પોતે આ કાર ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેવી મોટા ઉપાડે જાહેરાતો કરી વાહ વાહ લૂંટતા પીસીબી પોલીસની કામગીરી વિવાદમાં આવી છે.

વારસિયા વિસ્તારની રવિપાર્કમાં રહેતા રેડીમેડ ગારમેન્ટસના વેપારી ૨૩ વર્ષીય યશ વિષ્ણુભાઈ કુકરેજાને ગત ઓક્ટોબર-૨૦૧૯માં અકોટા ગાર્ડન પાસે રહેતા મિત્ર દિપક યાદવની બર્થ ડે પાર્ટીમાં દિપકના ભાડૂઆત તરુણ નાથાણી સાથે સંપર્ક થયો હતો. તરુણે પોતે ફોરવ્હીલર ગાડીઓની લે-વેંચ કરતો હોવાનું જણાવ્યું હતું અને સેકન્ડહેન્ડ કાર જાેઈતી હોય તો મારો સંપર્ક કરજાે તેમ જણાવી તેનું વિઝીટીંગ કાર્ડ આપ્યું હતું. ત્યારબાદ તરુણે નવેમ્બર માસમાં ડીએલ-૧-સીએબી-૨૦૮૦ નંહરની ગ્રે રંગની ટોયેટો ફોચ્ર્યુનર કાર તેમજ કારની આરસી બુક,ઈન્સ્યોરન્સ પોલીસી અને સર્વિસબુક બતાવી તે ગાડી યશને ૨૦ લાખમાં વેંચાણ કરી ગાડીના કાગળો આપ્યા હતા.

જાેકે ગત ૭મી તારીખથી ૯મી તારીખના સમયગાળામાં યશને પીસીબી પોલીસ મથકમાં પુછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને આ દરમિયાન દિલ્હી પોલીસ તરુણ નાથાણીના રિમાન્ડ મેળવી તેને તપાસ માટે પીસીબી પોલીસ મથકમાં લાવી હતી ત્યારે યશને ચોંકાવનારી જાણ થઈ હતી કે તરુણે જે ફોચ્ર્યુનર કાર તેને વેંચાણ કરી છે તે ખરેખરમાં દિલ્હીમાંથી ચોરી કરેલી છે અને તેના બોગસ દસ્તાવેજાે બનાવીને વેંચાણ કરાઈ છે. તરુણે ગાડી ટ્રાન્સફર કરાવવા માટે યશના અસલ દસ્તાવેજાે લીધા બાદ પણ ગાડી તેના નામે કરી નથી અને તેની સાથે છેતરપિંડી કરી છે.

આ દરમિયાન યશને જાણ થઈ હતી કે તરુણ નાથાણી તેમજ અમદાવાદમાં રહેતા ગુડ્ડુ અન્સારીએ રાજસ્થાનમાં રહેતા શકીલ નામના સાગરીત પાસેથી ચોરીની ગાડીઓ લાવી તેના બોગસ દસ્તાવેજાે બનાવીને તેને વેંચી દઈ આંતરરાજ્ય કારચોરી કૈાભાંડ આચર્યું છે અને તેઓએ રાજ્યના અન્ય શહેરોમાં પણ ચોરીની કાર વેંચી છે. યશ કુકરેજાની ફરિયાદના પગલે ડીસીબી પોલીસે તરુણ નાથાણી તેમજ અમદાવાદના ગુડ્ડુ અન્સારી અને રાજસ્થાનના શકીલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજીતરફ ડીસીબી પોલીસ મથકમાં ગત સાંજે ફરિયાદ નોંધાય તે પહેલા તો પીસીબી પોલીસે વિવિધ સ્થળેથી પોણા બે કરોડથી વધુની કિંમતની આઠ કાર જપ્ત કરી તેની આજે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જોકે કોઈ આરોપી ઝડપાયો નથી તો આઠ આઠ કાર કેવી રીતે જપ્ત કરી અને જે ગુનાની શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી તેમ છતાં તે ગુનાનો મુદ્દામાલ જપ્ત કરી વડોદરામાં કેમ લાવ્યા તેનો કોઈ સંતોષકારક જવાબ પોલીસ પાસે નથી.  

અમે કાર શોધતા રહ્યા અને દિલ્હી પોલીસ આરોપી ઉઠાવી ગઈ : પી.આઈ. કાનમિયા

આરોપી ઝડપાયા વિના આઠ કાર જપ્ત કરવાના બનાવમાં વિવાદ ઉભો થતા પીસીબી પી.આઈ. કાનમિયાએ જણાવ્યું હતું કે ‘અમને વડોદરામાં ચોરીની કાર વેંચાઈ હોવાની જાણ થતાં અમે તપાસ કરીને ચોરીની કાર ખરીદનારા આઠેય જણાને શોધ્યા હતા પરંતું તેઓ ભોગ બનનાર હોઈ તેઓને આરોપી નથી બનાવ્યા. અમે પકડેલી ચોરીની કારનો ડેટા મેળવી દિલ્હીમાં કારમાલિકનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ દિલ્હી પોલીસ અત્રે આવી હતી અને દિલ્હી પોલીસે ચોરીની કાર વેરીફાઈ કરી. જાેકે અમે ચોરાયેલી કારોને શોધતા રહ્યા અને તે દરમિયાન દિલ્હી પોલીસને તરુણ મળી ગયો એટલે પોલીસે તરુણની ધરપકડ કરી તેને લઈ ગઈ હતી.’ જાે પીઆઈની વાત સાચી માનીયે તો એનો મતલબ પણ એ જ છે કે ચોરીની કાર ખરીદનાર યશે પીસીબી પોલીસને તેણે કાચ તરુણ પાસેથી ખરીદી છે તેવી જાણ કરી છતાં પીસીબી પોલીસ આરોપીને બદલે કારો શોધવામાં રહી અને દિલ્હી પોલીસે તરુણની ધરપકડ કર્યા બાદ તેને અત્રે લાવ્યા બાદ ૭મી તારીખથી પીસીબી પોલીસે ચોરીની કારો કબજે કરવાનું શરૂ કર્યું હતું.

કોની પાસેથી કાર જપ્ત કરાઈ

આંતરરાજ્ય કારચોરી કૈાભાંડમાં સંડોવાયેલા આરોપીઓએ વારસિયામાં રહેતા યશ કુકરેજાને તેમજ માંજલપુરમાં સનસિટીમાં રહેતા સુરજીત પ્રસાદ પોલને, હરણીરોડ પર રાજધાની સોસાયટીમાં રહેતા અમિત ગોપાલ કુકરેજાને, ગોત્રીરોડ પર ઈશાનિયા હેબીટેડમાં રહેતા નિકુંશ અશોક નાથાણીને, અંકલેશ્વરમાં તાપીલોઝમાં રહેતા દેવજડી લાલજીભાઈ વાઘેલાને, રાજકોટમાં રહેતા વિજયસિંહને, ગોત્રીરોડ પર તક્ષશીલામાં રહેતા વિજયસિંહ પઢિયારન તેમજ બોટાદમાં લક્ષ્મી સોસાયટીમાં રહેતા મનીષ હેમેતંસિંહ ભટ્ટીને કાર વેંચી હોવાની જાણ થતાં પોલીસે આ આઠેય પાસેથી ચોરીની કાર જપ્ત કરી હતી.

આરોપી ઝડપાયા વિના જ આઠ આઠ કાર જપ્ત કરતા વિવાદ

પીસીબી પોલીસે આજે આંતરરાજ્ય કાર કૈાભાંડનો પર્દાફાશ કરી સારી કામગીરી કરનાર પીઆઈ કાનમિયા, પીએઅસઆઈ મહંત અને અન્ય પોલીસ કર્મચારીઓના નામોની યાદી પણ આપી હતી. જાેકે એક પણ આરોપી પકડાયો નથી અને ફરિયાદી વેપારીએ આરોપીઓએ રાજ્યમાં ૭ સ્થળે કાર વેંચી છે તેવી માહિતી છે માત્ર એટલી જ ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદમાં જાણ કરી છે છતાં પીસીબી પોલીસે આરોપીઓની હાજરી વિના આઠ-આઠ કાર જે પૈકીની ત્રણ કારને વડોદરામાં ગુનાખોરીમાં કોઈ લેવા દેવા નથી તેમ છતાં તેને પણ અન્ય શહેરોમાંથી કબજે કરીને લઈ કેમ લાવવામાં આવી તેને કોઈ સ્પષ્ટતા નહી કરતા પીસીબીની કામગીરીથી પોલીસ બેડામાં પણ આશ્ચર્ય ફેલાયું છે.