વડોદરા

વડોદરા શહેરની નિવેદિતા ચાવડાએ ૨૦૨૧ ઓહિયો યુનિવર્સિટીનું આર્ટ પ્રાઇઝ વિજેતા બની છે. ઓહિયો યુનિવર્સિટીની ફાઇન આર્ટ્‌સ કોલેજ દ્વારા હાઇસ્કુલ વિઝ્‌યુઅલ આર્ટ અને ડિઝાઇન સ્પર્ધા યોજવામાં આવી હતી. વિઝ્‌યુઅલ આર્ટ અને ડિઝાઇન સ્પર્ધા ધો.૯થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધાના વિજેતાને ડિઝાઇનર સ્કોલરશીપ એવોર્ડસ, સમર સ્ટુડિયો સ્કોલરશીપ, વન ઓન વન પોર્ટફોલિયો રિવ્યુ સેશન્સ અને ઓહિયો યુનિવર્સિટીમાં આર્ટના નમૂના પ્રદર્શન કરવાની તક મળે છે. ધો. ૧૨ની વિદ્યાર્થિની નિવેદિતા ચાવડાએ બી યોર ઓન વિગેસ્ટ ફેન, સેલ્ફ લવ અને ચુઝ બેટર તથા ઇન્ડોક્ટ્રિનેશન નામના આર્ટ નમૂના રજૂ કર્યા હતા. નિવેદિતાએ જણાવ્યું હતુંકે, મારી આસપાસના વાતાવરણથી હું પ્રભાવિત છું. ૧૮ વર્ષે જ મારી કલા જે લોકો મૂળભૂત માનવ અધિકાર મેળવતા નથી તેમનો અવાજ બની છે. જ્યુરી નિવેદિતાના કલાના નમૂનાઓથી પ્રભાવિત થઇ હતી. નિવેદિતાને અભિનંદન આપતો મેઇલ સ્કૂલ ઓફ આર્ટ અને ડિઝાઇન દ્વારા મોકલવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતુંકે, તમારી આ અનન્ય સિધ્ધિની નોંધ જ્યુરીએ લીધી છે.