અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન સર્જન વિભાગ ટીમે મહિલાને ૨૦ વર્ષના લાંબા સમયગાળાથી કરોડરજ્જુના દુખાવા થી છુટકારો અપાવ્યો છે મહિલાની જટિલ સર્જરી કરી બે જ દિવસમાં મુક્તિ આપવામાં આવી હતી. જાે કે ભારે મહેનત બાદ અશક્ય ગણાતી રિવિઝન સ્પાઈન સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી.

રાજસ્થાનના ચિત્તોડગઢમાં રહેતા પુષ્પાદેવી સોની જેમની ઉમર ૫૫ વર્ષ ની છે તેમને વર્ષ ૨૦૦૦ થી કમરમાં અસહ્ય દુઃખાવો રહેતો હતો. જેના પગલે પુષ્પાદેવીને ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી હતી. તેમણે કેટલીક અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં પોતાનું ચેકીંગ કરાવ્યું બાદ માં ૨૦૧૪માં બે વખત ઓપરેશન પણ કરાવ્યા. તેમ છતા કોઈ ફરક પડ્યો ન હતો. જાે કે પુષ્પાદેવી દુખાવો ઘટવાના બદલે વધવા લાગ્યો અને છેલ્લા ૩ વર્ષથી દુખાવાની સમસ્યા વધારે રહેવા લાગી. જાે કે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ફર્યા હતા તેમ છતા પણ તેમને કોઈ રાહત થઈ ન હતી. છેવટે તે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમનું એક્સ-રે, સ્ઇૈં તથા સીટી સ્કેન કરવામાં આવ્યુ. ત્યારે પુષ્પાદેવીની કરોડરજ્જુના ભાગે અગાઉ ઓપરેશન દરમિયાન સ્ક્રૂ તુટેલા હોવાનું જાણવા મળ્યુ હતુ, તથા કમરનાં ચાર મણકાંમાં પણ સ્પોન્ડિલોલિસ્થેસિસ નામની તકલીફ હતી. જેની બે વર્ષ અગાઉ સર્જરી કરવામાં આવી હતી. જેથી કમરના મણકા ત્રીજા તબક્કા સુધી ખસી ગયા હતા.

જાે કે, તબીબોની ટીમે સતત ન્યુરો મોનિટરિંગ સાથે આ જટિલ તથા જાેખમી ઓપરેશન નિપુણતાપૂર્વક પાર પાડ્યું. હાલમાં પુષ્પાદેવી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઓપરેશન બાદ તેમને દુઃખાવામાં પણ આરામ છે. હવે પુષ્પાદેવીના ચહેરા પર પીડાના બદલે રાહતના હાવભાવ તરવરે છે. અમદાવાદ સિવિલમાં વર્ષો જૂના દુઃખાવામાંથી મુક્તિ મેળવવા સહિત ઉત્તમ અને નિઃસ્વાર્થ સારવાર મેળવનારા પુષ્પાદેવી તથાં તેમનાં પરિવારજનોએ તબીબોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને ખુશી ખુશી પોતાના વતન પરત ફર્યા હતા.