અમદાવાદ-

ગુજરાતમાં કોરનાના સંક્રમણને લઈને કંઈક રંધાઈ રહ્યુ હોવાની વાત વારંવાર ચર્ચામાં આવે છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે જેમાં ગુજરાત સરકારને કોરોના ટેસ્ટ અંગે પડકારતી વાત રજૂ કરવામાં આવી છે.

 હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, ગુજરાત ટેસ્ટિગમાં ઘણું પાછળ છે, દિલ્હીમાં સરેરાશ 30 હજાર કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જ્યારે તમિલનાડુમાં સૌથી વધુ 35 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જેથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારો અને જિલ્લામાં વધુ લેબ ઉભી કરવામાં આવે તો વધુ એગ્રેસિવ ટેસ્ટિંગ થઈ શકે છે.

રાજ્યના 33 પૈકી 19 જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ કબૂલ્યું છે કે, 19 કોરોના લેબ કાર્યરત છે, જે પૈકી બે લેબ પણ હજી સુધી કાર્યરત ન હોવાનો PILમાં દાવો કરવામાં આવ્યો છે. 29મી જૂન સુધી 19 લેબ પૈકી 5 લેબોને સરકારે શરૂ થવાની પરવાનગી આપી નથી.

અમદાવાદ મેડિકલ એસોસિયેશને હાઇકોર્ટમાં વધુ એક અરજી કરી છે. AMAએ કહ્યું કે ગુજરાતમાં 39 લેબોરેટરી એવી છે જયાં હજુ પણ કોરોનાના ટેસ્ટ થતા નથી. કોરોનાના ટેસ્ટ ન થવાથી સંક્રમણ વધી રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ટેસ્ટ ઓછા થાય છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.