જામનગર-

એક બાજુ લોકો કોરોના મહામારીથી પરેશાન છે. ત્યારે બીજી બાજુ કોરોના સમયમાં લોકડાઉંન વચ્ચે પણ બાળલગ્નના બનાવો બન્યા છે. રાજ્યમાં કોરોનાના ૧૫ મહિનામાં ૨૬૧ જેટલા બાળ લગ્નના કિસ્સાઓ ૧૮૧ હેલ્પલાઇનની સામે આવ્યા છે.

કોરોનામાં લોકો પરેશાન હતા. લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ હતા. અનેક પ્રતિબંધો હોવા છતાં વિકાસની વાતો અને મહિલા સશક્તિકરણના દાવા વચ્ચે બાળ લગ્નના બનાવો વધ્યા છે. ૬ વર્ષમાં ૧ હજાર ૬૮ જેટલા બાળલગ્નના બનાવો ૧૮૧ મહિલાઓ માટેની હેલ્પલાઇનમા સામે આવ્યા છે. અને તેમાં પણ વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાથી જૂન ૨૦૨૧ સુધીના કોરોના સમયગાળામાં ૨૬૧ જેટલા બાળલગ્નના કિસ્સા સામે આવ્યા છે. એટલે કે કોરોનાના સમયમાં દર બે દિવસે રાજ્યમાંથી ૧ બાળ લગ્નનો બનાવ સામે આવ્યો છે.

રાજકારણથી લઈને બોલીવુડ સુધી તમામ જગ્યાએ મહિલાઓને સ્થાન અને પ્રતિષ્ઠા મળી છે. પણ તેમ છતાં હજુ જૂની સામાજીક પ્રથા અટકી નથી. તેમાની એક બાળ લગ્ન છે. આમ તો મહિલાઓ લગ્ન માટે ૧૮ વર્ષની ઉંમર છે. તેમ છતાં વર્ષો જતા જૂની સામાજીક પરંપરાના કારણે બાળ લગ્નના કેસો ગુજરાતમા વધી રહ્યા છે. મહિલાઓ માટે શરૂ કરેલી ૧૮૧ અભયમના આંકડા પર નજર કરીયે તો ગુજરાતમાં દર વર્ષે ૧૭૫ જેટલા બાળ લગ્નના બનાવો સામે આવે છે.જ્યાં ચાઈલ્ડ મેરેજ વધારે થાય છે તેવા શહેરો પર નજર કરીયે તો કોરોનાના ૧૫ મહિનામાં અમદાવાદમાં ૨૦, બનાસકાંઠામાં ૨૮, ડાંગમાં ૨૧, પાટણ ૧૭ બનાવો સામે આવ્યા છે.આમ સમય જતા ટેક્નોલોજીની સાથે આપડે સ્માર્ટ ભલે બન્યા હોય પણ હજુ પણ કેટલાક સામાજીક રિવાજાેએ ઘર કરીને બેઠા છે. જેના કારણે બાળલગ્નના બનાવો સામે આવે છે.