દુબઇ

આઈપીએલ 13 નો 40મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ગુરૂવારે રમાશે. બંન્ને ટીમો માટે આ મેચ કરો યા મરો સાબિત થવાની છે. હવે જેટલા પણ મુકાબલા થઈ રહ્યાં છે તે પ્લેઓફની દોડ માટે છે તેથી હવે લડાઈ વધુ મુશ્કેલ બની ગઈ છે. સનરાઇઝર્સના પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ હોય કે રોયલ્સના કાર્તિક ત્યાગી, રિયાન, બંન્ને ટીમોના યુવા ખેલાડીઓ પર સીનિયર ખેલાડીઓની આશા પ્રમાણે પ્રદર્શન ન કરવાને કારણે વધારાનો દબાવ છે. સનરાઇઝર્સ આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં નીચેથી બીજા સ્થાન પર છે અને ટીમોના 9 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે.  

પાછલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ જીત બાદ રોલ્સની ટીમ એક સ્થાન આગળ છે અને તેના આઠ પોઈન્ટ છે. સનરાઇઝર્સની ટીમે પ્લેઓફની આશા જીવંત રાખવા માટે પોતાની બાકી બચેલી પાંચેય મેચ જીતવી પડશે જ્યારે રોયલ્સની ટીમ જીતની લય જાળવી રાખવા ઈચ્છશે અને ટીમ આશા કરી રહી હશે કે સુપર કિંગ્સ વિરુદ્ધ પાછલી મેચની જેમ તેના વિદેશી ખેલાડી સારૂ પ્રદર્શન કરશે.

આઈપીએલ પોતાના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે અને તેવામાં બંન્ને ટીમોની રાહ આસાન રહેશે નહીં. બંન્ને ટીમોને ખ્યાલ છે કે હવે ભૂલ કરવાની સ્થિતિમાં નથી. રોયલ્સે બે મોટી હાર બાદ વાપસી કરી અને હૈદરાબાદ વિરુદ્ધ જીતની દાવેદાર હશે જેણે પોતાની પાછલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોફ્રા આર્ચર રોયલ્સના બોલિંગ આક્રમણની આગેવાની કરી રહ્યો છે જ્યારે ગોપાલ અને રાહુલ તેવતિયાની સ્પિન જોડીએ સુપરકિંગ્સ વિરુદ્ધ વચ્ચેની ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કેપ્ટન સ્મિથને ગુરૂવારે પોતાના બોલરો પાસે સારા પ્રદર્શનની આશા હશે.