ભરૂચ, તા.૧૧ 

ભરૂચની આમ આદમી પાર્ટીએ વખોડી અધારોગ્ય મંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ પાંચબત્તી ખાતે આયોજીત કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યક્રમને અનુલક્ષી પાંચબત્તી વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.સુરતમાં આમ આદમી પાર્ટીના આગેવાનને રાજયના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના મળતિયાઓએ માર માર્યો હોવાના આક્ષેપો થઇ રહયાં છે.

આ ઘટનાનો વિરોધ કરવા માટે ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે એકત્ર થયેલાં આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રભારીએ આરોગ્ય મંત્રી ગુમ થયા છે તેવા બેનર લગાવતા આરોગ્ય મંત્રીના કહેવાતા કેટલાક સમર્થકોએ આમ આદમી પાર્ટીના પ્રભારી ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટનાને આમ આદમી પાર્ટીના કાર્યકરો આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુતળાનું દહન કરે તે પહેલા પોલીસ સાથે ચકમક ઝરી હતી. કાર્યકરોએ રાજયમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો હોવા છતાં આરોગ્યમંત્રી યોગ્ય પગલાં ભરવામાં નિષ્ફળ રહયાં છે અને પોતાની નિષ્ફળતા છુપાવવા લોકો પર હુમલા કરાવી રહયા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કર્યા હતાં.