જમ્મુ કાશ્મીર-

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર આજે સવારે 3:50 વાગે બટમલનૂ વિસ્તારમાં શરૂ થઈ. આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. આ સાથે જ શ્રીનગરમાં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધી ગઈ છે. સીઆરપીએફની ક્યૂએટી અને એસઓજીના જવાનો આતંકીઓનો મુકાબલો કરી રહ્યા છે. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે. જો કે સીઆરપીએફના એક ઓફિસર ઘાયલ થયા હોવાના સમાચાર છે. હાલ એન્કાઉન્ટર ચાલુ છે.

સુરક્ષાદળોને પુલવામાના કાકાપોરાના મારવલ ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ તું. જમ્મુ કાશ્મીર પોલીસ, આર્મીની 50 રાષ્ટ્રીય રાયફલ્સ (આરઆર) અને સીઆરપીએફની જોઈન્ટ ટીમે આતંકીઓને ઘેર્યા હતાં. સુરક્ષાદળોને બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. આ એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા હતા.