જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થવા પામી હતી. મળતી માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરના અવંતિપોરામાં પમ્પોરીના મીઝ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ આજે ​​સવારે કાર્યવાહી શરૂ કરી હતી. 

આતંકવાદીઓ દ્વારા સેનાના જવાનો પર ફાયરિંગ કરાયા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. ફાયરિંગ હજી ચાલુ છે અને વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે. જોકે લદાખ બાદ હવે જમ્મુ કાશ્મીરમાં પણ સેના અને આતંકીઓ વચ્ચે પરિસ્થિતી તંગ બની હતી.