ગાંધીનગર, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ ૧ થી ૫ ના વર્ગોની શાળા શરુ કરવા અંગે મોટી જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, આવતી કાલથી સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ના વર્ગોને ઓફ લાઈન શરુ કરવાનો સરકારે ર્નિણય કર્યો છે. જાે કે આ માટે બાળકોને શાળાએ મોકલવા માટે વાલીઓનું સહમતી પત્ર જરૂરી બનશે. એટલું જ શાળાએ આવવું બાળકો માટે મરજિયાત રહેશે. શાળાઓએ પણ સરકારની જૂની એસઓપી મુજબના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે સુરત ખાતે એક કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાઘાણીએ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ના વર્ગો શરૂ કરવા અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તા. ૨૨ મી નવેમ્બરને આવતીકાલે સોમવારથી સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ના વર્ગોની ઓફલાઈન શરૂઆત થશે. જાે કે, વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરીને મજરજિયાત રાખવામાં આવી છે. તેમજ શાળાઓએ વિધાર્થીઓના વાલીઓની મંજૂરી મેળવવાની રહેશે તેમજ શાળાઓને રાજ્ય સરકારની જૂની એસઓપીનું પણ કડકાઈથી પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે, ધોરણ ૧ થી ૫ ના વર્ગોના બાળકોની ઉંમર નાની હોવાથી તેમની વધારે તકેદારી રાખવાની રહેશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકોને ભૂલ્યા ત્યાંથી જ તેમના ભણતરની શરૂઆત કરાવશે. વાલીઓની મંજૂરી સાથે બાળકોને શાળામાં મોકલી શકાશે. નાના બાળકોના પણ શાળાએ જવા માટે ફોન આવતા હતા. તેથી આખરે સરકાર દ્વારા અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે. જાે કે, હાલ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે શાળામાં બાળકોની હાજરીને મરજિયાત રાખવામાં આવી છે. શાળાઓએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી જૂની એસઓપી પ્રમાણેના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. શાળાઓમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે દરેક વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાનું સંમતિ પત્રક આપવું પડશે.

રાજ્યમાં ઘણા લાંબા સમયથી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૫ ના વર્ગો શરૂ કરવા અંગે સરકાર દ્વારા વિચારણાઓ ચાલી રહી હતી. આ મામલે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પણ અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. જાે કે, દિવાળી બાદ આ અંગે જાહેરાત થાય તેવી શક્યતા જાેવામાં આવી રહી હતી. આખરે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૫ ના વર્ગોને શરુ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે છેલ્લા બે વર્ષથી માસૂમ બાળકો ઘરમાં પૂરાઈને ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા હતા. જેમાં કેટલાક બાળકો તો એવા છે, જેઓ હજુ શાળાનું પગથિયુ પણ ચઢ્યા ન હતા. રાજ્ય સરકારના આ ર્નિણય બાદ હવે આવા વિદ્યાર્થીઓ પણ હોંશભેર સ્કૂલ બેગ લઈને શાળાએ ચાલતાં જતાં હોય તેવા દ્રશ્યો આવતીકાલથી ફરી જાેવા મળશે. જાે કે, રાજ્ય સરકારના આ ર્નિણયમાં સૌથી મોટો પડકાર કોરોનાની રસી છે. રાજ્યમાં કે દેશમાં હજી સુધી નાના બાળકો માટેની કોરોનાની રસી આવી નથી. આવામાં નાના ધોરણોમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાનો પણ સવાલ સામે ઉભો છે.

શાળાઓ અને ધ્યાન રાખવા જેવી બાબતો

• શાળાઓ શરૂ કરતાં અગાઉ દરેક શાળા સંકુલમાં સ્વચ્છતા અને સફાઈની સુવિધા કરવી પડશે.

• વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ કરવું, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ કરવાની રહેશે.

• વર્ગખંડોમાં અને શાળા સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જાેઈએ. તેમજ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો.

• શાળાથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની ખાતરી કરવી પડશે.

• ભારત સરકારની એસઓપીને અનુસરીને રાજ્યમાં શાળાઓ દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરાઈ છે તે યથાવત રખાશે.

• રાજ્યમાં આવેલી તમામ બોર્ડની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને પણ આ એસઓપી લાગુ પડશે.

• શાળાઓમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રખાઈ નથી.

• શાળાએ આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

• વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે, અન્ય છાત્રો સાથે તેની આપ-લે ન કરે તે પણ જાેવાનું રહેશે.

• વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

• સ્કૂલ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય અને પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.

• સામૂહિક પ્રાર્થના અને મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના અપાઈ છે

• વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, તે માટે પ્રોત્સાહિત કરાશે

• જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી અને સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.