વડોદરા : કોરોનાને કારણે છેલ્લા ૬ મહિનાથી વધુ સમયથી એમ.એસ.યુનિવર્સીટી બંધ છે. એવામાં યુનિવર્સીટીની ઓળખ સમી આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઇમારત પર આ સમયગાળા દરમ્યાન ઠેર ઠેર ઝાડ ઉગી નિકળ્યા હતા. જોકે, ઠેર ઠેર ઉગી નીકળેલા આ બિનજરૂરી ઝાડને પગલે ઐતિહાસિક ઇમારતને નુકસાન પહોંચે તેમ હોવાથી આજથી એમ.એસ.યુનિવર્સીટીના સત્તાધીશો દ્વારા તેને કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ક્રેન વડે સમગ્ર ઇમારત પર ઉગી નીકળેલ બિનજરૂરી વનસ્પતિનો નાશ કરવામાં આવ્યો હતો. હજુ આ કામગીરી બે થી ત્રણ દિવસ ચાલશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.