દેવગઢબારિયા, દાહોદ શહેરમાં કોરોનાનો કહેર છેલ્લા કેટલાય સમયથી યથાવત રહ્યો છે. આ કોરોનાની ચેન તોડવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર તથા સ્થાનિક તંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોમાં રત સ્થાનિક શહેરની સફાઈના મામલે બે ધ્યાન પણું દાખવતા શહેરમાં કેટલીક જગ્યાએ ખડકાયેલા કચરાના ઢગ રોગચાળાને નિમંત્રિત કરતા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. દાહોદ શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. તેવા સમયે જિલ્લાના વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર તથા પાલિકા તંત્ર એસ.એમ.એસ.ના નિયમનું કડકાઈથી પાલન કરાવવામાં રત બન્યા છે. તેવા સમયે શહેરની સફાઈનો મામલો એકદમ વિસરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે શહેરમાં કોરોનાના કહેર વચ્ચે અન્ય બીમારીઓ ફેલાવાની શક્યતાઓ બળવત્તર બની છે. તાજેતરમાં શહેરના હરસોલાવાડ તથા ગુજરાતીવાડમાં કોરોનાનો વધુ પ્રકોપ જાેવા મળ્યો હતો અને તે બંને વિસ્તારોમાં કોરોના પોઝિટિવના નોંધપાત્ર છે કેસ સામે આવ્યા હતા. તેમ છતાં હાલ આ બંને વિસ્તારને જાેડકા સાંકડા માર્ગની બાજુમાં આવેલ એક મોટા ખાલી પ્લોટમાં માવઠાના પાણીથી પલળેલા અને દુર્ગંધ મારતા કચરાના તથા ગંદગીના ઢગલા જાેવા મળી રહ્યા છે. જે ખરેખર રોગચાળાને નિમંત્રિત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય કોઈ રોગો પોતાનો વ્યાપ વધારે તે પહેલા જ પાણી આવતા પહેલા પાળ બાંધવાની નીતિ અખત્યાર કરી આ ખાલી પ્લોટમાં ખડકાયેલા કચરાના ઢગને દૂર કરી સફાઈ કરાવવામાં આવે તે સૌ દાહોદ વાસીઓનાં હિતમાં છે.