અમદાવાદ-

આજથી દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ તમામ સેન્ટરો પર રસીકરણની કામગીરી આરંભી દેવામાં આવી છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. ત્યારે સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને અલર્ટ રાખવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા ખાતે રસીકરણની શરૂઆત કરાઈ છે. આજે રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં દરેક હોસ્પિટલના હેડ સૌપ્રથમ રસીકરણ કરાવશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના કુલ ગુજરાતના 161 બૂથ પરથી રસી અપાશે. દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટેની કામગીરી શરૂ છે. આ દરમિયાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર છે.