ગાંધીનગર-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાત તપાસ માટે જામનગરમાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામ ખાતે જાત તપાસ કરી અને વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું. ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. નિરીક્ષણ બાદ જીલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્યપ્રધાનન પટેલ બેઠક કરશે. જામનગરમાં મેઘ તાંડવથી ધુંવાવમાં તબાહીના દૃશ્યો સર્જાયા છે. ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરવાની રજૂઆત કરવામાં આવી. ભુપેન્દ્ર પટેલની જાત તપાસ દરમિયાન સ્થાનિકોએ રજૂઆત કરી હતી. જામનગરમાં અલિયાબાડા અને કાલાવડના ધોધમાર વરસાદના પાણી ધુંવાવ ગામમાં ફરી વળ્યાં હતાં. બીજી બાજુ દરિયામાં ભરતી હતી અને એને કારણે પાણી ગામ તરફ આવતું હતું, તેથી આ ગામમાં પાણીનો દરિયા તરફ નિકાલ ન થતાં ઓછા વરસાદે પણ આ ગામ તારાજ થઇ ગયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા છે અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે. તેમણે અસરગ્રસ્તોને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.