વડોદરા-

નવરાત્રી નવ દિવસ બાદ દસમાં દિવસે વિજયાદશમી ઉજવાય છે. વિજસાદસમી એટલે દશેરા, સત્યનો અસત્ય પર વિજય. વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય. આસો સુદ દસમના દિવસે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી વિજય વિજય મળવ્યો હતો. તેથી આ તહેવારને તહેવારને વિજયાદશમી કહેવાય છે. આ ઉપરાંત માતા દુર્ગાના શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં વિજયાદશમી ઉજવવામાં આવે છે.વિજયાદશમી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે – બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. ત્યાર ભારતમાં આજે આ તહેવારની ઉજવણી થઇ રહી છે. આજે ઘણા વિસ્તારમાં શસ્ત્ર પૂજન પણ કરવામાં આવશે. શત્રુ અને ખરાબ શક્તિ સામે વિજય મેળવવા માટે શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો મળીને ૫૦ જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા.