ડભોઇ,  ડભોઇ એ.પી.એમ.સી.મેદાન ખાતે થી આજે રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે નળ સે જળ ના સંકલ્પ ને પરિપૂર્ણ કરવા માટે વડોદરા જીલ્લામાં રૂ.૪૧૭ કરોડ થી વધુ ખર્ચે નવીન પાણી પુરવઠા યોજનાઓ નું લોકાર્પણ તેમજ ત્રણ જેટલી યોજનાઓ નું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે ડભોઇ તાલુકાના ૭૪ ગામ તથા ૧૪ નર્મદા વસાહતો મળી કુલ ૮૮ ગામો ને પીવાણા પાણીની સુવિધા મળી રહેશે સાથે જ માહિ કેનાલ આધારીત પાદરા સુધારણા જુથ પાણી પુરવઠા યોજના માં ૮૮ ગામ અને ૩૪ પરા થતાં એક શહેરને પાણીની સુવિધા ઉપલબ્ધ થનાર છે.ડભોઇ એ.પી.એમ.સી.મેદાન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે નર્મદા કેનાલ આધારીત ડભોઇ જુથ પાણી પુરવઠા યોજના પેકેજ ૨ રૂ.૭૧.૮૬ કરોડ ના ખર્ચે તૈયાર થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે વડોદરા જીલ્લાના પાદરા, શિનોર, ડભોઇ ,કરજણ તાલુકાના ગામમાં લોકોને સુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જળ જીવન મિશન અંતર્ગત વડોદરા જીલ્લા ના ઉપરોક્ત તાલુકાના અને શહેર ના ગામોમાં રૂ.૪૧૭ કરોડ ના ખર્ચે નળ સે જળ ના સંકલ્પ સાથે પાણી પુરવઠા યોજના નો પ્રારંભ થયો હતો જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. ડભોઇ તાલુકાના નર્મદા કેનાલ આધારીત ડભોઇ જુથ પાણી પુરવઠા યોજના પેકેજ ૨ નું રૂ.૭૧.૮૬ કરોડ ના ખર્ચે ઇલોકાર્પણ કરવમાં આવ્યું હતું જેનો ડભોઇ તાલુકાના ૭૪ ગામો અને ૧૪ નર્મદા વસાહતોની કુલ ૮૯ હજાર ઉપરાંત વસ્તી ને સુધ્ધ પીવાણું પાણી મળી રહેશે.