ગાંધીનગર-

રાજ્યનો વધુ વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નવી GIDC પોલીસની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના 8 જિલ્લામાં 8 નવી પદ્ધતિ વસાહત અને 5 જિલ્લામાં નવા બહુમાળી અને મોડેલ એસ્ટેટના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ઉદ્યોગ વિકાસ તો વધુ વ્યાપક બનાવવા રાજ્યના 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી. આ 8 વસાહતોમાં મોરબી ખાતે આશરે 500 એકર વિસ્તારમાં બનનારી નવી વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસંગિક સુવિધાઓથી સજ્જ એક મોડલ બનાવવામાં આવશે. નવી GIDC વસાહતોથી એમ.એસ.એમ.ઈ સેક્ટરને 500થી 2000 ચોરસ મીટરના 2570 પ્લોટ અને મોટા ઉદ્યોગ અને 10,000થી 50,000 ચોરસ મીટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત પ્રમાણે રાજ્યના 5 જિલ્લા જેવા કે વલસાડ, સુરત, બરોડા અને અમદાવાદમાં 360 જેટલા નવા બહુમાળી શેડ નિર્માણ કરવામાં આવશે. આમ આ નવા શેડના કારણે વધુમાં વધુ ઉદ્યોગો એક જ જગ્યાએ સ્થાપિત કરી શકાશે. આ સાથે જ લગભગ 100 કરોડ રૂપિયાનો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને 1000 નવી રોજગારી પણ શક્ય થઈ શકશે, જ્યારે દહેજ, સાયકા, અંકલેશ્વર, હાલોલ, આણંદ, વાપી અને લોધીકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભૂત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડેલ સ્ટેટ બનાવવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 35 લાખથી વધુ MSME યુનિટ કાર્યરત છે. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર 6000 જેટલા જ MSME યુનિટ કાર્યરત હતા, પરંતુ ગત 2 દાયકાથી આમાં ઉત્તરોતર વધારો થતાં રાજ્યમાં 35 લાખ જેટલા એમ.એસ યુનિટ કાર્યરત થયા છે, જ્યારે MSMEથી ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. જ્યારે ગુજરાતના મોરબીનો સિરામિક ઉદ્યોગ એકમાત્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે જે હીનાને ઉત્પાદન ક્ષેત્રે હંફાવે છે.