ગાંધીનગર-

દેશ અને ગુજરાતમાં કોરોના નો હાહાકાર મચી ગયો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતીન પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા પહોંચ્યા હતા અને ડોઝ લઈને તેઓ સીધા વિધાનસભાગૃહમાં પહોંચ્યા હતા. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી હતી કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમની પત્ની સાથે વેક્સિન લેવા ગયા હતા અને તમામ લોકોએ લેવી જોઇએ ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતના તમામ સભ્યોને પોતાના પરિવાર સાથે વેક્સિન લેવાની સલાહ વિધાનસભા ગૃહમાં જ આપી હતી.

વિધાનસભા ગૃહમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ એવી પણ જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં તે પણ પરિવાર સાથે વેક્સિન લેવા જશે, પરંતુ ક્યારે જશે અને કઈ જગ્યાએ? તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. રાજ્યના આરોગ્યમંત્રી નીતીન પટેલના વિધાનસભાગૃહમાં પહોંચ્યા બાદ અભિનંદન આપીને પોતે પણ વેક્સિન લેવાની જાહેરાત કરી હતી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતીન પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ સીધા વિધાનસભાગૃહમાં પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં 60 વર્ષથી વધુની વયના સભ્યોને વેક્સિન લેવાની અપીલ કરી હતી.