ગાંધીનગર,

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના હારેલા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોંગ્રેસ બેડામાં અને વિધાનસભાની અંદર રાજ્યસભાની ચૂંટણીમાં હાજર રહેલાં તમામ લોકોમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ ભરતસિંહ સોલંકી સાથે ટેલિફોનિક વાત કરીને ખબરઅંતર પૂછ્યાં હતાં. જોકે હાલ ભરતસિંહ સોલંકી વડોદરાની હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા છે.

ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભામાં હારી ગયેલા ભરતસિંહ સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં. આ સાથે જ રૂપાણીએ જણાવ્યું હતું કે મેં ભરતસિંહ સોલંકી સાથે ટેલિફોનિક વાત કરી છે તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યાં છે.આ સાથે જ હોસ્પિટલ તંત્ર સાથે પણ વાતચીત કરીને ભરતસિંહ સોલંકીને સંપૂર્ણ સારી રીતે સારવાર મળી રહે તે માટેની તંત્ર સાથે પણ વાતચીત કરવામાં આવી છે.આ સાથે યોગ્ય સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે જલદી સાજા થાય તે માટે શુભેચ્છા પણ પાઠવી છે.