ગાંધીનગર-

‘તૌકતે’ વાવાઝોડાની અસરની માહિતી મેળવી સમિક્ષા કરતાં મુખ્યમંત્રી રૂપાણી મુખ્યમંત્રી રૂપાણી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સોમવારે મોડી રાત સુધી અને મંગળવાર સવારે ત્રણ કલાક સુધી ઉપસ્થિત રહ્યા હતા. વાવાઝોડાથી રાજ્યમાં થનારા વ્યાપક નુકશાન-હાનિને આપણે આગોતરા આયોજન અને લોકોના સ્થળાંતરથી ખાળી શકયા હોવાનું જણાવ્યું હતું.જોકે આ અંગે સીએમ વિજય રૂપાણીએ વધુ વિગતો એકત્ર કરી હતી. 

વાવાઝોડાની તીવ્રતા ક્રમશ: ઘટી, 160 કિમી જડપે ફૂંકાતા પવનની ગતિ હવે 110-115 કિમીની થઈ 

વાવાઝોડાથી ભાવનગરમાં પિતા-પુત્રી સહિત રાજ્યમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં

અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સમગ્ર તંત્રને રેસ્કયુ અને રિસ્ટોરેશન પર ફોકસ કરવા અપાઈ સૂચનાઓ 

વાવાઝોડું પસાર થાય ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારો-દરિયાકાંઠાના જિલ્લા સહિત તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા તાકિદ 

૨૪૩૭ ગામોના વીજપુરવઠાને અસર પૈકી ૪૮૪માં પુરવઠો પૂર્વવત થયો, ૧૦૮૧ થાંભલા, ૪૦ હજાર વૃક્ષોને અસર 

રાજયમાં ૧૯૬ માર્ગો બંધ હતા, તેમાંથી ૪ર મોટરેબલ કર્યા 

૧૬૫૦૦ મકાનો-ઝૂંપડાઓને વાવાઝોડાથી અસર પહોચી 

બગસરામાં સૌથી વધુ ૯ ઇંચ, જ્યારે રાજ્યના ૩પ તાલુકાઓમાં ૧ થી પાંચ ઇંચ વરસાદ