ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની માતૃશક્તિને આત્મનિર્ભરના માર્ગે વાળવા શરૂ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો પારદર્શી રીતે મળી રહે તેવા ઉદાત્ત ઉદ્દેશ્યથી આ યોજનાનું વેબ પોર્ટલ લોંચ કર્યુ હતું. રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની પ્રગતિ, લાભાર્થીઓની તેમજ સહભાગી બેંકો-નાણાંકીય સંસ્થાઓની વિસ્તૃત માહિતી સાથેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ વેળાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વેબ પોર્ટલ www.mmuy. gujarat.gov.in નું લોન્ચીંગ કર્યુ હતું. મુખ્યમંત્રીએ લોંચ કરેલા વેબ www.mmuy .gujarat.gov.in પરથી યોજનાની સંપૂર્ણ વિગતો, લાભાર્થીની પાત્રતા તેમજ જૂથની રચના થતાં જ ગ્રામીણસ્તરેથી તેની વિગતો પોર્ટલ પર ઉપલબ્ધ બનશે.

આના પરિણામે યોજનામાં સહભાગી બેંકોને તેમના કાર્યક્ષેત્રના મહિલાજૂથોની વિગતો સીધી જ મળતી થવાથી લોન-સહાય એપ્રૂવલની પ્રક્રિયા ઝડપી બનશે અને પેપરલેસ ગર્વનન્સનો અભિગમ સાકાર થતાં બેંકો આ પોર્ટલ પરના સ્ટેટસના આધારે મહિલા જૂથોની લોન-ધિરાણ અંગેની પોતાની પ્રોસેસ શરૂ કરી દેશે. એટલું જ નહિ, જે-તે મહિલા જૂથના લાભાર્થી કે નોંધણીકારને પણ વેબ પોર્ટલ પરથી તેમની લોન-ધિરાણની સ્થિતીની જાણકારી મળી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય વહિવટમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પેપરલેસ અને લેસ હ્યુમન ઇન્ટરફેઇસ કાર્ય વ્યવસ્થા વિકસાવવાની જે નેમ રાખી છે તેમાં આ પોર્ટલ નવું સિમાચિન્હ બનશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.૧૭મી સપ્ટેમ્બર-ર૦ર૦ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોવીના જન્મદિવસની રાજ્યની મહિલાશક્તિની આર્થિક ઉન્નતિની ભેટ રૂપે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલો છે. ૧ લાખ મહિલા જૂથોને રૂ. એક-એક લાખની સહાય-ધિરાણ અપાશે