તાપી-

તાપી જિલ્લાના સોનગઢમાં ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતી મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેમા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યાં હતા. તેને લઇને સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. જેને લઇને પૂર્વ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે. તેમનીસામે 308 હેઠળ ગુનો નોંધાયો છે. ગામીત સાથે 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે સગાઇમાં કવરેજ કરવા આવેલા ફોટાગ્રાફરની પણ ધરપકડ કરવામાં આવી છે આ સાથે પોલીસે ડ્રોન કેમેરો પણ જપ્ત કરાયો છે. ત્યારે સીએમ રૂપાણીએ પણ આ અંગે કડક શબ્દો ઉચ્ચાર્યા છે.

હાઇકોર્ટની ટકોર અને સોશિયલ મીડિયામાં ચારેય બાજુએ સરકારની ટીકાને પગલે વધેલા દબાણના પગલે સરકારે કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં સરકારે લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો ઓછો કરવા જણાવ્યું છે છતા પૂર્વ મંત્રીની પૌત્રીની લગ્નમાં છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં છ હજારથી પણ વધુ લોકોની જનમેદની ઉમટી હતી અને તેમણે સત્તાવાર કહ્યું હતું કે બે હજારને તો મેં આમંત્રણ આપ્યુ છે. આ સમગ્ર કેસની તપાસ સુરતના ડીએસપી ઉષા રાડા કરશે.