ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભેચ્છાઓ પાાઠવતા જણાવ્યું છે કે, પર્વો, ઉત્સવો, તહેવારો ઉમંગ અને ઉલ્લાસ સાથોસાથ સમાજિક જીવનમાં નવી તાજગી અને ચેતનાનો સંચાર કરતા હોય છે. આ સાથે વિજય રૂપાણીએ દિપાવલીના પર્વને અંધકારથી પ્રકાશ અને ઊજાસ તરફના પ્રયાણ પર્વ વર્ણવતા આ ઊજાસ પર્વ સૌના અંતરમનના તિમિર દૂર કરી સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય સુખાકારી અને વિકાસના ઓજ તેજ પ્રત્યેકના જીવનમાં પ્રગટાવે તેવી મંગલ કામનાઓ વ્યકત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિક્રમ સંવતનું નૂતન વર્ષ સૌ માટે ખૂબ સમૃદ્ધિવાળું નીવડે તેવી શુભેચ્છા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી દિપાવલી પર્વ ઉજવીએ. વિજય રૂપાણીએ સંયમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપીલ કરતા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, દો ગજ કી દૂરી જેવા નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કર્યો છે. વિજય રૂપાણીએ હારશે કોરોના, જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષે ચરિતાર્થ કરવાની પ્રેરણા આપતા સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.