ગાંધીનગર-

કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાને લઈને અહમદાવાદ, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. અને રાજ્યમાં ફરીથી લોકડાઉન લડવાની વાતો ચર્ચાઈ રહી છે. આં વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના અમુક શહેરોમાં લાગેલ કર્ફ્યું અને લોકડાઉનની થતી ચર્ચાઓ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાને રોકવા માટે સરકાર યોગ્ય પગલા લઇ રહી છે અને સરકાર કટિબદ્ધ છે. હાલ સ્થિતિને ૪ મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લાગેલ છે. ત્યારે સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

લોકો માસ્ક પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે તે જરૂર છે . હાલ કોઈ પ્રકારનું લોકડાઉન અને દિવસે કરફ્યું લાદવાની કોઈ વિચારણા નથી. કોરોનાની સ્થિતિ વધુ વકરશે ત્યારે ઉચિત નિર્ણય કરશું. લોકોની સલામતીની જવાબદારી અમારી છે પરંતુ લોકોએ સાવચેતી રાખવી અને અફવામાં આવવું નહી. હાલ વેકસીનની ટ્રાયલ શરુ છે અને રાજ્યમાં ૧૦૦૦ થી વધુ લોકો પર આ ટ્રાયલ થવાની છે. અને રાજ્યના મહાનગરોમાં વીકેન્ડમાં દિવસે કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર ન હોવાનું જણાવ્યું હતું. અને આવી કોઇ અફવામાં રાજ્યના નાગરિકને ન આવવાનું કહ્યું હતું.