અમદાવાદ-

ઉત્તર ભારતમાં શીત લહેર અને ધુમ્મસની અસર અમદાવાદ આવતી-જતી ફ્લાઇટો પર પણ જાેવા મળી છે. અમદાવાદ આવતી-જતી 8 ફ્લાઇટ રદ અને 6 ફ્લાઇટ 45 મિનિટ કરતા મોડી પડી હતી. ફ્લાઇટો મોડી અને કેન્સલ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી પડનારી ફ્લાઇટોમાં ૩ સ્પાઇસ જેટની, 1 ઇન્ડિગોની અને 3 ગોએરની છે. જ્યારે સ્પાઇસ જેટની સૌથી વધુ ૬ અને ઇન્ડિગોની 2 ફ્લાઇટો કેન્સલ થઇ હતી. ઠંડીને કારણે કેન્સલ થયેલી ફ્લાઇટો દરેક રિજનની જાેવા મળી રહી છે.