ભુજ-

આજે કચ્છમાં કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી છે નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન 8 ડિગ્રી હતું તે આજે ઘટીને 5 ડિગ્રી થઈ ગયું છે કંડલામાં આજનું લઘુતમ તાપમાન 7.7 ડિગ્રી છે જે ગઇકાલના 11.6 ડિગ્રીની સરખામણીએ ચાર ડિગ્રી જેટલું ઓછું છે. ભુજમાં આજે 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.

અમદાવાદ ડીસા વડોદરા સુરતમાં લઘુતમ તાપમાનનો પારો ગઇકાલની સરખામણીએ આજે બેથી ચાર ડિગ્રી જેટલો નીચે ઊતર્યો છે તો સૌરાષ્ટ્રમાં ક્યાંક તાપમાન ઊચકાયુ છે તો ક્યાંક ઘટાડો થયો છે જોકે આ ફેરફાર ઘણો સામાન્ય છે. રાજકોટમાં આજે 13.1 કેશોદમાં 13.6 ભાવનગરમાં 15 પોરબંદરમાં 13.6 વેરાવળમાં 18.4 દ્વારકામાં 15.2 ઓખામાં 17.9 અમરેલીમાં 14 ગાંધીનગર 9, મહુવામાં 17.5 વલસાડમાં 14 અને વિદ્યાનગરમાં 13.5 ડિગ્રી નોંધાયું છે.  દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 થી 90 ટકા આસપાસ રહેવા પામ્યું છે ત્યારે અન્ય વિસ્તારોમાં 50 ટકા આસપાસ રહ્યું છે.