અમદાવાદ-

શિયાળાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવ રહેશે. તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ઠંડી વધશે. આંશિક ઠંડીથી રાહત મળ્યા બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી છે. આવનારા બે દિવસ પવનોની ગતિ તેજ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડી વધવાની શક્યતા છે.

રાજ્યમાં શિયાળાને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે. કચ્છમાં બે દિવસ કોલ્ડવેવ પડશે. આ કારણોસર અમદાવાદ વડોદરા અને ગાંધીનગર સહીત શહેરોમાં ઠંડી વધશે. આંશિક ઠંડીથી રાહત મળ્યા બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે. બે દિવસ પવનોની ગતિ તેજ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ છવાઈ જશે, અને ત્યારબાદ 24 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે.