અમદાવાદ-

વેસ્ટ રાજસ્થાનમાં છવાયેલા સાઇક્લોનિક સક્ર્યુલેશનને પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. સાઇક્લોનિક સક્ર્યુલેશનને પગલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ રાત્રીનું તાપમાન આગામી બે દિવસમાં ચારથી પાંચ ડિગ્રી ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરતના દિવસના તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થવા સાથે ૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં દિવસે પણ ઠંડી અનુભવાઈ હતી. જેને પગલે લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી. રવિવારે સુરતનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટી ગયું હતું. ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં દિવસનું તાપમાન શનિવારના ૩૨.૪ ડિગ્રી તાપમાન સામે રવિવારે ૨૮.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ સાથે જ ભેજનું પ્રમાણ પણ ઘટીને ૪૬ ટકા થઇ હતું. જાેકે, ચાર કિલોમીટરની ઝડપે શનિવારે ફૂંકાયેલા પવનની ગતિ વધીને ૧૦ કિલોમીટર પર પહોંચી જતાં રવિવારે વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાયા હતા. મોડી સાંજે ફરવા નીકળેલા લોકોએ પણ ગરમ વસ્ત્રો પહેરીને નીકળવાની નોબત આવી હતી. તેવી જ રીતે વલસાડનું મહત્તમ તાપમાન ૩૩.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૮.૦ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જાેવા મળશે. અલબત્ત, ઠંડીનું જાેર પણ વધશે. ૩૧મી ડિસેમ્બરના રોજ પણ ઠંડીનું જાેર યથાવત રહેશે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના સતત બીજા દિવસે ગુજરાતના અનેક શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન નીચે નોંધાયું છે. નલિયામાં તો પારો ગગડીને ૩.૨ ડિગ્રી પહોંચી ગયો હતો. રાજ્યના તમામ મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો અનુંભવાયો હતો. ગુજરાતીઓ ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જાેર વધશે. ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે.