અમદાવાદ,અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનાર ૧૮ થી નાની વયના ૫ બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. ચિલ્ડ્રન સ્કીમ હેઠળ ૫ બાળકોને ૧૦ લાખ રૂપિયાના સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસબુક આપવામાં આવી હતી. દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં રહેતા દંપતી સ્વ.રાજેશભાઇ અને મીનાક્ષીબેનનું જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આ દપંતિની માસુમ દિકરી વિશ્વાંગી(ઉ.વ. ૩.૫) અને દિકરા પ્રતિક(ઉ.વ. ૧૬) એ માતા-પિતાની છત્રછાયા ગુમાવી.આ બંને બાળકોને માતા-પિતાની ખોટ વર્તાઇ રહી હતી સાથો સાથ જીવન ગુજરાન અને કારકિર્દી ઘડતર માટેના પ્રશ્ન પણ મુંઝવી રહ્યા હતા. હાલ આ બંને બાળકો તેમના કાકા શ્રી વિક્રમભાઇ પરમારની છત્રછાયા હેઠળ છે. મધ્યમવર્ગીય આ પરિવાર માટે બંને બાળકોનો શ્રેષ્ઠ ઉછેર કરીને તેમને પગભર કરવાનો ધ્યેય છે.